APMC Ahmedabad

THE AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE-AHMEDABAD

ખેતીવાડી ઊત્પન્ન બજાર સમિતિ - અમદાવાદ​

Registration Form / નોંધણી પત્રક

1. Name / નામ
Required
2. Village / ગામ
Required
3. Name of Janasi / જણસી નું નામ
Required
4. No of vehicles / વાહનોની સંખ્યા
5. Mobile Number / મોબાઇલ નંબર
Required
6. Do you have a fever or a cough? /શું આપને તાવ કે ઉધરસ છે?
Required
  • રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતભાઈઓ પૈકી દરરોજ આશરે ૧૨૫ ખેડૂતો પોતાની ખેતીનું ઉત્પન્ન વેચાણ અર્થે માર્કેટયાર્ડમાં આવી શકશે.આ રજીસ્ટ્રેશન કકત ઘઉ અને ડાંગરના વેચાણ માટે કરાવવાનું રહેશે.બાકીની ખેત પેદાશ વેચાણ અર્થે ખેડૂતભાઈઓ વિના રજીસ્‍ટ્રેશન પણ આવી શકશે.
  • રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતભાઈઓને પોતાનું ખેત ઉત્પન્ન વેચાણ કરવા આવવાનો મેસેજ આવશે તે મેસેજમાં જે તારીખ જણાવેલ હોય તે દિવસે પોતાનું ખેત ઉત્પન્ન લઈને આવવાનું રહેશે.
  • દરેક ખેડૂતભાઈઓએ ડ્રાઈવર અને અન્ય એક એમ બે જ વ્યકિતઓએ પોતાના સાધન ઉપર આવવાનું રહેશે.
  • દરેક ખેડૂતભાઈઓએ કે જે પોતાનું ખેત ઉત્પન્ન વેચાણ અર્થે માર્કેટયાર્ડમાં આવશે તેઓએ તથા વેપારીભાઈઓ, મજુરોએ પોતાનું મોં માસ્કથી ઢાકેલું હોવું જોઈએ તથા હાથમાં ગ્લોઝ પહેરીને સેનેટરાઈઝ ટનલમાંથી પ્રવેશ કરી થર્મલ ગનથી ટેમ્પ્રેચર મપાવી માર્કેટયાર્ડમાં પ્રવેશ કરવાનો રહેશે.
  • દરેક ખેડૂતભાઈઓએ હરાજીમાં સવારે ૭-૦૦ થી ૯-૦૦ માર્કેટયાર્ડમાં પહોચવાનું રહેશે. હરાજીનો સમય ૯-૩૦ થી રહેશે.
  • જે ખેડૂતને જે તારીખે પોતાનું ખેત ઉત્પન્ન લઈને આવવાનું હોય તે જ દિવસે આવવાનું રહેશે અને તે દિવસે તે ખેડૂત નહી આવે તો તેઓનું રજીસ્‍ટ્રેશન કેન્સલ થઈ જશે અને તેઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • માર્કેટયાર્ડમાં હરાજીની પ્રક્રિયા સોમવાર થી શનિવાર સુધી ચાલુ રહેશે અને રવિવારના રોજ બંધ રહેશે.
  • માર્કેટયાર્ડમાં હરાજીની પ્રક્રિયા મે. સરકારશ્રીના નિયંત્રણો તથા જોગવાઈ અનુસાર કરવાની રહેશે તેમજ હરાજી પ્રક્રિયા દરમ્યાન કોઈ ખેડૂતભાઈઓએ પોતાના સાધન ઉપરથી નીચે ઉતરવાનું કે બે થી વધારે વ્યકેતઓએ ભેગા થવાનું રહેશે નહિ.
  • જે ખેડૂતભાઈઓ કે જેણે માસ્ક પહેરેલ ન હોય, રજીસ્‍ટ્રેશન કરાવેલ ન હોય, એક સાધન ઉપર બે થી વધારે વ્યકિત હોય, પોતાનું આઈ.ડી. પ્રૂફ સાથે ન હોય, માર્કેટયાર્ડમાં સમય મર્યાદામાં આવેલ ન હોય તથા અન્ય માર્કેટયાર્ડ એ નકકી કરેલ નિયમોનું પાલન કરવામાં નહી આવે તેવા ખેડૂતભાઈના માલની હરાજી કરવામાં આવશે નહી.

ઉપરોકત તમામ પ્રક્રિયા કોરોના વાયરસ ફેલાવાને અટકાવવાના હેતુથી કરેલ હોઈ જેમાં દરેક ખેડૂતભાઈઓ તથા પ્રક્રિયાને સંલગ્ન તમામ વ્યક્તિઓએ સાથ સહકાર આપશો તેવી બજાર સમિતિ, અમદાવાદ તરફથી દરેક વ્યકિતને નમ્ર વિનંતી છે.